• શુક્રવાર, 26 જુલાઈ, 2024

ચોથીવાર ઈમ્પેક્ટ ફીની મુદત લંબાવાઈ

અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફીને લઈને એક મહત્ત્વનનો નિર્ણય લીધો છે. રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ 6 મહિના લંબાવાઇ છે. રાજ્ય સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. અંગે શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામુ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી વખત અપાયેલી 6 મહિનાની મુદત 15મી જૂને એટલે કે આજે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ 16મી જૂન રવિવારથી આગામી મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં ગેરકાયદે બાંધકામને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. પહેલા ત્રણ વાર સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીની મુદત વધારી હતી. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ મુદતમાં વધારો કર્યા છતાંય ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવામાં લોકોની નિક્રિયતા જોવા મળી છે. વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાતો કરવામાં આવે છે છતાં લોકોનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. આમ, કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત ચોથી વખત મુદત વધારાઇ છે.  ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 53175 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 31876 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ હાલમાં પેન્ડિગ છે, જેનું કારણ ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર ઇમ્પેક્ટ ફીની અરજીઓનો નિકાલ થઈ શક્યો નથી. જે અન્ય અરજીઓ છે તેના માટે ક્રુટીની ચાલી રહ્યું છે. મહત્વનું છે કે લોકો ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા કરાવતા હોવાના કારણે ઇમ્પેક્ટ ફીનો નિકાલ થઈ શકતો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang