ભુજ, તા. 5 : આજે
શહેરના શેખ ફળિયા બાજુ તથા તાલુકાના હબાયમાં ગંજીપાના વડે રમાતા જુગારના બે
દરોડામાં 10 ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. એ-ડિવિઝન પોલીસે આજે સાંજે
શેખ ફળિયા પાછળ તળાવ ફળિયામાં ઓટલા ઉપર ગંજીપાના વડે જુગાર રમતા સુમાર સિદિક બાફણ, મુકદર હાસમ સમા, મીઠુ શિવજી કોલી, દાઉદ ફકીરમામદ પઠાણ, અનવર સિધિક મંધરિયા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 11,635ના
મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ પદ્ધર પોલીસે પણ
બાતમીના પગલે હબાયના બસ સ્ટેશન સામે ચાયની કેબિન પાછળ બાવળોની ઝાડીમાં ગંજીપાના
વડે જુગાર રમતા નીતિન ધનજી કેરાસિયા,
વાલજી ભચુ કેરાસિયા, પ્રવીણ દેવરાજ ડાંગર,
હિતેશગિરિ શ્યામગિરિ ગોસ્વામી અને વિજય દામજી ડાંગર (રહે. તમામ
હબાય)ને રોકડા રૂા. 10,650 તથા ચાર મોબાઈલ કિં.રૂા. 20,000ના
મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.