• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ટ્રમ્પની ફરી ભારતને ટેરિફ ધમકી !

નવી દિલ્હી, તા. 5 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને વધુ એકવાર ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતાં આવી ચેતવણી ફરી આપી હતી. એટલું જ નહીં, પરંતુ અમેરિકી પ્રમુખે એવી છીછરી ટિપ્પણી પણ કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણતા હતા કે, હું ખુશ નથી, મને ખુશ કરવા માટે મોદીએ રૂસી તેલની ખરીદી ઘટાડી છે. વ્હાઈટ હાઉસ દ્વારા જારી એક ઓડિયોમાં ટ્રમ્પ એવું કહેતા સંભળાય છે કે, રૂસી તેલ ખરીદી મુદ્દે દબાણ લાવવા ટેરિફ એક સરળ હથિયાર છે. દરમ્યાન, ટ્રમ્પ સાથે મોજૂદ રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રેહામે કહ્યું હતું કે, ભારત અમેરિકી માગો પર કામ કરી રહ્યું છે. રશિયા પાસેથી તેલની આયાત ઓછી કરવાનો ફેંસલો મને ખુશ કરવા માટે જ લીધો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારી વ્યક્તિ છે, તેવું અમેરિકી પ્રમુખે કહ્યું હતું. લિંડસેએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં હું ભારતીય રાજદૂત વિનય મોહન કવાત્રાના ઘરે ગયો હતો. તેમણે મને કહ્યું કે, ભારત રૂસી તેલ ખરીદી ઘટાડી રહ્યું છે. ભારતીય રાજદૂતે મને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધીએ સંદેશ પહોંચાડવા કહ્યું હતું કે, ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ હટાવાય, તેવું ગ્રેહામે ઉમેર્યું હતું.

Panchang

dd