• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

એશિઝ ટેસ્ટ રોમાંચક તબક્કામાં

સિડની, તા. પ : સ્ટાર બેટર જો રૂટની વિક્રમી 41મી સદીની મદદથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 384 રન થયા હતા. આ પછી ટ્રેવિસ હેડના અણનમ 91 રનની મદદથી બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 166 રન કર્યાં હતા. તે હજુ 218 રન છે. મેચના આવતીકાલે ત્રીજા દિવસે બન્ને ટીમ વચ્ચે સરસાઇ માટે હરીફાઇ થશે. જે ટીમને 70-80 રન દૂર આસપાસની સરસાઇ મળશે તે સિડની ટેસ્ટ પર પકડ જમાવી શકે છે. આજની બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ટ્રેવિસ હેડ 87 દડામાં 1પ ચોક્કાથી 91 રને અને નાઇટ વોચમેન માઇકલ નેસર 1 રને અણનમ રહ્યા હતા. બન્ને વિકેટ ઇંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટોકસે લીધી હતી. આ પહેલાં ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 97.3 ઓવરમાં 384 રને સમાપ્ત થયો હતો. જો રૂટ નવમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. 41મી સદી કરનાર રૂટે 242 દડામાં 1પ ચોગ્ગાથી 160 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 41 સદી સાથે રીકિ પોન્ટિંગની બરાબરી કરી હતી.  રૂટ અને હેરી બ્રુક વચ્ચે ચોથી વિકેટમાં 209 દડામાં 169 રનની ભાગીદારી થઇ હતી. બ્રુકના 97 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગાથી 84 રન થયા હતા. આ સિવાય જેમી સ્મિથે 46 રન કર્યાં હતા અને રૂટ સાથે છઠ્ઠી વિકેટમાં 94 રનનો ઉમેરો કર્યો હતો. વિલ જેકસે 27 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી માઇકલ નેસરને 4 વિકેટ મળી હતી. સ્ટાર્ક-બોલેંડે 2-2 વિકેટ લીધી હતી. પ મેચની એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 3-1થી આગળ ચાલી રહ્યું છે.

Panchang

dd