ભુજ, તા. 5 : કચ્છના
યુવાધનને નશાના રાક્ષસથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને સુરક્ષિત બનાવવાના મક્કમ
નિર્ધાર સાથે આજે એનએસયુઆઈ દ્વારા ભુજની વિવિધ કોલેજોમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ
મહા-અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જે. બી. ઠક્કર કોમર્સ કોલેજ, ગવર્મેન્ટ પોલિટેકનિક
ડિપ્લોમા કોલેજ અને સંસ્કાર કોલેજ ખાતે NSUI ના કાર્યકરો અને
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થઈને નશાના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટેનો
સંકલ્પ લીધો હતો. ડો. ઉપેન્દ્રાસિંહ જાડેજા
જણાવ્યું કે, `િશક્ષણના ધામમાં પુસ્તકો અને
જ્ઞાનની સુગંધ હોવી જોઈએ, નહીં કે ડ્રગ્સની બદબૂ જીલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજાસિંહ જાડેજા એ
જણાવ્યું હતુ કે નશાના સોદાગરો આપણા ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે, જેની સામે હવે ગુજરાતના યુવાન જાગૃત બની રહ્યા છે. જે. બી. ઠક્કર કોમર્સ
કોલેજમાં નશાથી દૂર રહેવાના સંકલ્પ લીધા હતા. ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં
સેમિનાર યોજીને ડ્રગ્સની શારીરિક અને માનસિક અસરો વિશે માહિતગાર કરાયા હતા.
એનએસયુઆઈએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો શૈક્ષણિક સંકુલોની આસપાસ નશાનું
વેચાણ બંધ નહીં થાય, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં
આવશે. કાર્યક્રમમાં ઋષિરાજાસિંહ જાડેજા, ઉપેન્દ્રાસિંહ
જાડેજા કિશોરદાન ગઢવી, તીર્થ ઠક્કર, કરણાસિંહ
જાડેજા, વિક્રમાસિંહ સોલંકી જાડેજા જયપાલાસિંહ, ફેજલભાઈ સહિત હાજર રહ્યા હતા.