ગાંધીધામ, તા. 5 : ભચાઉ
તાલુકાનાં વાંઢિયા ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા.
10,550 જપ્ત કર્યા હતા. વાંઢિયા ગામમાં
પ્લોટ વિસ્તારમાં જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે
કાર્યવાહી કરી હતી. અહીં પત્તા ટીંચતા સવા જસા કોળી, ભલી ઉર્ફે ભરત
દેવા કોળી, ઇકબાલ જુસબ રાજા, રૂપા બિજલ
કોળી, મુકેશ હમીર કોળી, ખોડા કારૂ કોળી,
સુરેશ કારૂ કોળી તથા વિક્રમ હમીર કોળી, પરબત માવજી
કોળી નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,550 તથા છ મોબાઇલ અને બે બાઇક એમ કુલ રૂા. 90,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.