• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ભુજના શિકારીના ઘરમાંથી ઘાતક હથિયારો

ભુજ, તા. 5 : શહેરના દેશી દારૂના ધંધાર્થીના મકાન ઉપર બાતમીના આધારે વન વિભાગે દરોડો પાડતા વન્ય પ્રાણીઓના શિકાર માટે વપરાતી બે એરગન, તિક્ષ્ણ હથિયારો, વન્ય પ્રાણીના અવશેષો તથા દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આ અંગે ભુજ પશ્ચિમ રેન્જના ફોરેસ્ટ વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે રાતે બાતમીના આધારે ભુજના એરપોર્ટ સામે આશાપુરા નગરમાં સુરેશભાઈ દિલીપભાઈ કસવિયાના મકાન ઉપર દરોડો પાડતા તેના રૂમના પેટી પલંગમાંથી વન્ય પ્રાણીઓના શિકાર માટે વપરાતા સાધનો-શત્રો જેમાં બે એરગન, ધારિયા, ભાલા, છરી-ચપ્પુ, કોયતા જેવા તિક્ષ્ણ હથિયારો તેમજ વન્ય પ્રાણી શાહુડીના અવશેષો, દાંત, જડબાના અલગ-અલગ ભાગ ઉપરાંત દેશીદારૂની ભઠ્ઠી મળી આવી હતી. કચ્છ વન વર્તુળના વડા ડો. સંદીપ કુમાર તથા પશ્ચિમ વન વિભાગના ડીસીએફ એચ.જે. ઠક્કરના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. અજયસિંહ એચ. સોલંકી સહિતની ટીમે આ સફળ દરોડો પાડી આરોપી સુરેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd