• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ઇરાન છોડી ભાગી જશે ખોમેની !

નવી દિલ્હી, તા. 5 : ઇરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનની આગ બેકાબૂ બની છે અને અનેક દેખાવકારોના જીવ આ આગમાં હોમાયા છે ત્યારે હસ્તક્ષેપની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ અયાતુલ્લા અલી ખોમેની ઇરાન છોડીને ભાગવાની તૈયારી કરી રહ્યા હોવાના વાવડ મળે છે. એક અહેવાલમાં દાવો કરાયો છે કે, આર્થિક સંકટ વિરુદ્ધ ઇરાનમાં થઇ રહેલાં ખતરનાક પ્રદર્શનો વચ્ચે ખોમેની ભાગવાની યોજના ઘડી રહ્યા છે. એક ગુપ્તચર અહેવાલને ટાંકીને મીડિયાનો અહેવાલ નોંધે છે કે, ખોમેની પોતાના 20 નીકટના સાથીઓ અને પરિવાર સાથે ઇરાનથી ભાગવાની યોજના ઘડી રહ્યા છે. ખામેની ઇરાન છોડયા પછી સીરિયાના બશીર અલ-અસદની જેમ રશિયામાં શરણ લઇ શકે છે, તેવો દાવો પણ અહેવાલમાં કરાયો છે. મોસ્કો જવા સિવાય ઇરાની નેતા પાસે કોઇ બીજાં સુરક્ષિત સ્થળનો વિકલ્પ નથી તેવું આ અહેવાલમાં જણાવાયું છે. દરમ્યાન ડૂબતી અર્થવ્યવસ્થાનાં કારણે ભડકેલા વિરોધ દેખાવોમાં હિંસાની આગમાં હોમાતાં કમસેકમ 15 લોકોનાં મોત થયાં હતાં. વિરોધ પ્રદર્શનોમાં 580થી વધુ લોકોની ધરપકડ થઇ ચૂકી છે, 86 વર્ષીય સર્વોચ્ચ નેના હિમ્મત હાર્યા હોવાનું જણાય છે.

Panchang

dd