• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

`ગ્રોક'માં અશ્લીલતા સામે સાવધાન

નવી દિલ્હી, તા. 4 : સોશિયલ મીડિયા મંચ `એક્સ' દ્વારા એઆઇ એપ `ગ્રોક' પર બનાવાતી અશ્લીલ સામગ્રી રોકવા કડક નિયમો બનાવાયા છે. કંપનીએ કહ્યું છે કે, આવી સામગ્રી તરત હટાવી દેવાશે. કેઇ યુઝર `ગ્રોક'નો ઉપયોગ કરીને અશ્લીલ, વાંધાજનક સામગ્રી બનાવે છે, તો તેની સામે કડક કાર્યવાહી કરાશે, તેવી ચેતવણી પણ અપાઇ છે. આવી સામગ્રી અપલોડ કરનાર પર કરાય છે, તેવી જ કડક કાર્યવાહી માત્ર સામગ્રી બનાવનાર વિરુદ્ધ પણ કરાશે. આ પ્રકારનું યુઝરનું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દેવાશે. ભારત સરકાર તરફથી વાંધો ઉઠાવાયાના ત્રણ દિવસ બાદ `એક્સ' દ્વારા નવા નિયમ તૈયાર કરાયા છે. કેન્દ્ર સરકારે `એક્સ'ને જણાવ્યું હતું કે, એઆઇ એપ `ગ્રોક'થી નિર્મિત અશ્લીલ સામગ્રી તાત્કાલિક હટાવી દે, નહિતર તરત કાનૂની કાર્યવાહી કરાશે. હકીકતમાં શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એઆઇ ચેટબોટ `ગ્રોક'ના દુરુપયોગ પર ચિંતા દર્શાવી હતી. અગાઉ, `અક્સ'ના માલિક એલન મસ્કે કહ્યું હતું કે `ગ્રોક'ને દોષ દેવો કલમને દોષ દેવા જેવું છે. દોષ કલમ પકડનારનો હોય છે. 

Panchang

dd