નવી દિલ્હી, તા. પ : ભારતીય
બેડમિન્ટન ખેલાડીઓ મંગળવારથી શરૂ થઈ રહેલી મલેશિયા ઓપન સુપર 1000 સ્પર્ધામાં
નવી સિઝનની શરૂઆત સકારાત્મક રીતે કરવાના લક્ષ્ય સાથે ઊતરશે. પી.વી. સિંધુ અને
લક્ષ્ય સેન જેવા સ્ટાર ખેલાડીઓનાં પ્રદર્શન પર તમામની નજર રહેશે. ભારતીય શટલર્સ
માટે 202પનું વર્ષ સારું રહ્યું ન હતું્. તેઓ વર્ષભર ઇજા અને ફોર્મ
સામે સંઘર્ષ કરતા રહ્યા હતા. લક્ષ્ય સેન ગત વર્ષે હોંગકોંગ ઓપનની ફાઇનલ સુધી
પહોંચ્યો હતો. મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં તે સિંગાપોરના ખેલાડી જિયા હેંગ સામે
ટકરાશે. પી.વી. સિંધુ માટે પણ ગત વર્ષ નિરાશાજનક રહ્યું હતું. પગની ઇજાને લીધે તે
ઓકટોબરથી કોર્ટ બહાર છે. મલેશિયા ઓપનના પહેલા રાઉન્ડમાં સિંધુની ટક્કર ચીની
તાઇપેની ખેલાડી સુંગ શુઓ યુન વિરુદ્ધ થશે. આ સિવાય અન્ય ભારતીય ખેલાડીઓ આયુષ
શેટ્ટી, ઉન્નતિ
હુડ્ડા, એચએસ પ્રણય, માલવિકા બંસોડ પણ
મલેશિયા ઓપનમાં પડકાર આપશે.