• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

રાજસ્થાન રોયલ્સનો કપ્તાન કોણ ? રવીન્દ્ર જાડેજાએ આગળ ધરી ટીમનો સંકેત

જયપુર, તા. પ : આઇપીએલ 2026 સીઝનમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો છે. સંજૂ સેમસન રાજસ્થાન રોયલ્સનો સાથ છોડી સીએસકે સાથે જોડાયો છે. આથી રાજસ્થાનને નવા કપ્તાનની શોધ છે. આ રેસમાં સીએસકેમાંથી શિફટ થયેલા અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું નામ હાલ આગળ ચાલી રહ્યું છે. યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ પણ રેસમાં છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઇઝીએ આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને રવીન્દ્ર જાડેજાને કપ્તાન બનાવવાનો સંકેત આપ્યો છે. તે રાજસ્થાન રોયલ્સનો 8મો કપ્તાન બની શકે છે. પોસ્ટમાં રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઇઝીએ રવીન્દ્ર જાડેજાનો રજવાડી ઠાઠ સાથેનો લીડર જેવો ફોટો મૂક્યો છે. જાડેજાનાં નામે આઇપીએલની 24 મેચમાં 3260 રન અને 170 વિકેટ છે. તે રાજસ્થાન રોયલ્સ સાથે 14 કરોડના કરારથી જોડાયો છે.

Panchang

dd