સિડની, તા. પ : ઇંગ્લેન્ડના
રનમશીન અને સ્ટાર બેટર જો રૂટે આજે અંતિમ એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બોલર્સને
હંફાવીને 160 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ
તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રીકિ પોન્ટિંગની 41 સદીની બરાબરી કરી લીધી હતી.
રૂટથી આગળ હવે જેક કાલિસ (4પ) અને મહાન સચિન તેંડુલકર (પ1) છે.
ખાસ વાત એ છે કે વર્ષ રૂટે 41મી સદી 163માં
ટેસ્ટમાં ફટકારી છે જ્યારે પોન્ટિંગ તેની કેરિયરમાં 168 ટેસ્ટ
મેચ રમ્યો હતો. વર્ષ 2021 બાદથી રૂટની ટેસ્ટ ક્રિકેટમાં આ 24મી સદી
છે. આ આંકડાની આસપાસ પણ દુનિયાનો અન્ય કોઈ બેટર નથી.