ભુજ, તા. 5 : ગઇકાલે
રાતે પેટ્રોલિંગ દરમ્યાન એલસીબીએ નોખાણિયા ફાટક પાસે બોલેરોમાં ભરેલા આધાર-પુરાવા વગરના
700 કિલો કોલસાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો હતો. એલસીબીએ
નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન નોખાણિયા ફાટક પાસે એક બોલેરો પિકઅપ નં. જી.જે. 10 ટી.ટી. 8296વાળી
ઊભી રખાવી ચાલક ઇબ્રાહીમ અભુ ગગડા (રહે. ભુજ)ને બાવળની ઝાડીમાંથી બનેલા કોલસાની બોરીઓના
આધાર-પુરાવા, પાસ-પરમીટ માગતાં ન હોવાનું અને આ કોલસા બન્નીના સરાડાના
ખુદાબક્ષ પાસેથી લીધાનું જણાવ્યું હતું. શંકાસ્પદ કોલસા 700 કિલો કિં. રૂા. 8400 અને
બોલેરો કિં. રૂા. 3.50 લાખના મુદ્દામાલ
સાથે ઇબ્રાહીમને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.