અંજાર, તા. 3 : તાજેતરમાં માંડવી ખાતે યોજાયેલી લોન ટેનિસ સ્પર્ધામાં અંજાર
જીમખાનાના ખેલાડીઓએ જીત હાંસલ કરી હતી. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં અંજાર જીમખાનાના
જૂનિયર ખેલાડીઓ પૈકી અંડર 17માં ખ્યાતી
ભટ્ટ, વિજેતા, અંડર 14માં કું તન્વી પોમલ ઉપ વિજેતા અને અંડર
14માં કૃષ્ણરાજસિંહ ઝાલા ચોથા ક્રમાંકે વિજેતા બન્યા હતા. આ ત્રણેય ખેલાડી
રાજ્ય કક્ષાએ અમદાવાદ ખાતે રમવા જશે. અંજાર
સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી અને જીમખાનાના પ્રમુખ ડી.સી. ઠક્કરે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.