શ્રીનગર, તા. 3 : સ્પાઈસ જેટની એક ઉડાનમાં પૂર્વે
એક યાત્રીએ એરલાઈનના 4 કર્મચારી
સાથે મારપીટ કરી છે. એરલાઈને દાવો કર્યો કે એક કર્મચારીનું મણકાનું હાડકું તૂટી ગયું
છે. એરલાઈન્સે પોતાના કર્મચારીઓ પર હુમલાની એફઆઈઆર નોંધાવી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને
કાર્યવાહીની માગ સાથે ફરિયાદ કરી છે. સેનાએ બનાવ ધ્યાને લઈ પોતાના અધિકારી અંગે તપાસ
શરૂ કરી છે. સ્પાઈસ જેટના પ્રવકતા અનુસાર બનાવ ર6 જુલાઈનો છે.
જયાં શ્રીનગરથી દિલ્હીની ફલાઈટ એસજી-386ના બોર્ડિંગ ગેટ પર ગ્રાઉન્ડ સ્ટાફના ચાર કર્મચારીઓ સાથે મારપીટ
કરવામાં આવી હતી. મારપીટ કરનાર સેનાનો વરિષ્ઠ અધિકારી છે. તેની પાસે બે કેબિન બેગેજ
હતી જેનું કુલ વજન 16 કિલો હતું
જે 7 કિલોની છૂટથી બમણાંથી વધુ હતુ. તેને વધારાના
સામાન અંગે ચાર્જની વાત કરાઈ તો તેણે ઈનકાર કર્યો અને બોર્ડિંગની પ્રક્રિયા પૂરી કર્યા
વિના જ એરોબ્રિજમાં ઘૂસી ગયા હતા. સીઆઈએસએફ કર્મીએ તેને પરત લાવ્યા બાદ આર્મી અધિકારી
વધુ ઉગ્ર બન્યા અને મારામારી શરૂ કરી દીધી હતી. ત્યાં સુધી તે મારતા રહ્યા જ્યાં સુધી
એક કર્મચારી બેભાન ન થઈ ગયો. એક કર્મીના જડબામાં લાત મારી હતી જેથી લોહી નીકળી ગયું
હતું.