• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

આરજેડી નેતા પર ભાજપ સાંસદે ઉઠાવ્યા ગંભીર સવાલ

નવી દિલ્હી, તા. 3 : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પોતાનું નામ મતદારયાદીમાંથી નીકળી ગયાના કરેલા દાવા વચ્ચે ભાજપે હવે તેજસ્વી પર પલટવાર કર્યો છે કે, તેમની પાસે બે ઈપીઆઈસી નંબર છે, તો શું તેમની પાસે બે વોટર આઈડી કાર્ડ છે ? તેજસ્વીના દાવાને ચૂંટણીપંચે ગઈકાલે જ રદિયો આપી તેમનું નામ મતદારયાદીમાં હોવાનું સાબિત કર્યું હતું. હવે મામલો આગળ વધ્યો છે. પંચે તેજસ્વીને નોટિસ ફટકારી છે. ભાજપે ઈપીઆઈસી નંબરને ટાંકી તેજસ્વી યાદવ પાસે બે વોટર આઈડી કાર્ડ હોવા અંગે સવાલ ઉઠાવ્યો છે.ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં કહ્યંy કે, આરજેડી નેતા અને બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે મોબાઈલ ફોનમાં પોતાના ઈપીઆઈસી નંબર બતાવ્યા હતા જે મોબાઈલ ફોનમાં એન્ટર કરી દાવો કર્યો હતો કે, મતદારયાદીમાં ડેટા નોટ ફાઉન્ડ બતાવે છે. ભાજપ સાંસદે સવાલ કર્યો કે, તેજસ્વી પાસે આ બે ઈપીઆઈસી નંબર કેવી રીતે થઈ ગયા? આટલેથી ન અટકતાં ભાજપ સાંસદે પૂછયું કે શું તેમની પાસે બે મતદાતા ઓળખપત્ર છે ?  

Panchang

dd