ભુજ, તા. 3 : અબડાસા તાલુકાના જખૌ પોલીસ
મથક વિસ્તારમાં પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ પાડેલા જુદા-જુદા બે દરોડામાં
દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી 2400 લિટર આથો
કિં. રૂા. 60,000 ઝડપી પાડયો હતો, જ્યારે ત્રણ આરોપી હાથમાં આવ્યા નહોતા. પોલીસે
આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે
હાથ ધરાયેલી કાર્યવાહીમાં દેશ દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો 2400 લિટર આથો કિં. રૂા. 60,000 મળી આવ્યો હતો, જ્યારે નીતેશ જુમા કોલી, મામદ ઈશાક સંગાર અને રમેશ જુમા કોલી હાથમાં આવ્યા નહોતા. પોલીસે મુદ્દામાલ
કબજે લઈ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.