ક્વિટો (ઇક્વાડોર), તા. 3 : સ્ટાર સ્ટ્રાઇકર
માર્ટાના શાનદાર દેખાવથી બ્રાઝિલ મહિલા કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રેકોર્ડ
નવમીવાર ચેમ્પિયન બની છે. રસાકસી ભરી ફાઇનલમાં બ્રાઝિલ મહિલા ટીમનો કોલંબિયા વિરુદ્ધ
પેનલ્ટી શૂટઆઉટમાં પ-4 ગોલથી દિલધડક
વિજય થયો હતો અને કોપા અમેરિકા કપ ટ્રોફી કબજે કરી હતી. 39 વર્ષીય માર્ટાએ 82મી મિનિટે મેદાનમાં એન્ટ્રી કરી હતી અને
ઇન્જરી ટાઇમની છઠ્ઠી મિનિટે ગોલ કરીને બ્રાઝિલને 3-3ની બરાબરી પર લાવી દીધું હતું. આ પછી એકસ્ટ્રા ટાઇમમાં પણ ગોલ
કરી બ્રાઝિલને આગળ કર્યું હતું. જો કે લેસી સેંટોસે 11પમી મિનિટે ગોલ કરી કોલંબિયાને 4-4ની બરાબરી પર લાવી દીધું હતું.
આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં ગોલકીપર લોરેના દા સિલ્વાએ બે ગોલ બચાવીને બ્રાઝિલને પ-4થી ચેમ્પિયન બનાવ્યું હતું.