લોડરહિલ, તા. 3 : અનુભવી ઝડપી બોલર જેસન હોલ્ડરની
4 વિકેટ અને પછી અંતિમ દડા પર ચોગ્ગો ફટકારીને
વેસ્ટ ઇન્ડિઝે વિષમ પરિસ્થિતિ વચ્ચે બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટે હાર આપીને 3 મેચની શ્રેણી 1-1થી બરાબર કરી છે. આ જીત સાથે
વિન્ડિઝ ટીમ સતત 6 હારનો ક્રમ
તોડયો છે. પ્લેયર ઓફ ધ મેચ હોલ્ડરે 19 રનમાં 4 વિકેટ ઝડપી
હતી અને પાકિસ્તાનને 9 વિકેટે 133 રનના સામાન્ય સ્કોર પર અટકાવવામાં
મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન તરફથી હસન નવાજે 40, કપ્તાન સલમાન આગાએ 38 અને ફખર જમાને 20 રન કર્યાં હતા. આ ત્રણ બેટધર
જ બે આંકડે પહોંચી શકયા હતા.134 રનના વિજય
લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત પણ સારી રહી ન હતી. પ વિકેટ 70 રનમાં ગુમાવી દીધી હતી. જો
કે ગુડાકેશ મોતીએ 28 અને રોમારિયો
શેફર્ડે 1પ રન કરી મેચ જીવંત રાખી હતી. વિન્ડિઝને
જીત માટે આખરી દડમાં 3 રનની જરૂર
હતી. હોલ્ડરે પાક.ના મુખ્ય બોલર શાહિન અફ્રિદીના દડામાં ચોગ્ગો ફટકારી દિલધડક જીત અપાવી
હતી. 20 ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝના 8 વિકેટે 13પ રન થયા હતા અને બે વિકેટે વિજય થયો હતો. હોલ્ડરે 10 દડામાં અણનમ 16 રન કર્યાં હતા. પાક. તરફથી
મોહમ્મદ નવાઝને 3 વિકેટ મળી
હતી.