વિશ્વ આખાને પોતાનાં નિયંત્રણ હેઠળ રાખવાના દિવાસ્વપ્ન જોતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સામે ટેરિફનો મોરચો ખોલ્યો છે. અમેરિકાએ
ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 2પ ટકા ટેરિફ
પહેલી ઓગસ્ટથી અમલી બનશે એવી જાહેરાત કરી. સાથોસાથ રશિયા પાસેથી ક્રૂડ તેલ અને શત્રોની
ખરીદીને પ્રાધાન્ય આપવા બદલ પણ ટ્રમ્પે નવી દિલ્હી પર વધારાની પેનલ્ટી વસૂલવાનું એલાન
કરીને પોતાનું પોત પ્રકાશ્યું. અલબત્ત, હવે તેનો અમલ સાત ઓગસ્ટથી કરાશે એવું નક્કી કર્યું છે. બન્ને દેશ વેપાર સમજૂતી
માટે નિર્ણાયક તબક્કાની મંત્રણા યોજી રહ્યા છે, તેવા સમયે ટેરિફ
લાદવાનું આ પગલું ભારત પર દબાણ ઊભું કરવાની ચાલ હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યંy છે. ભારતે જો કે, આ ટેરિફ લાદવાના ટ્રમ્પનાં પગલાં સામે દેશહિતનાં
જતન માટે ધ્યાન આપવાનો મક્કમ ઈરાદો પણ જાહેર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે,
ભારત પર ટેરિફ લાદવાની ટ્રમ્પે એવા સમયે જાહેરાત કરી છે જ્યારે બન્ને
દેશ વચ્ચે વાટાઘાટોના પાંચ દોર યોજાઈ ચૂક્યા છે અને આગામી 2પમી ઓગસ્ટના મંત્રણાના છઠ્ઠા દોર માટે અમેરિકાના
અધિકારીઓ દિલ્હી આવવાના છે. આવામાં ટ્રમ્પ ભારત પર દબાણ વધારવા મરણિયા બન્યા હોય તેમ
જણાઈ રહ્યંy છે. ખાસ તો અમેરિકા ઈચ્છે છે કે, તેના કૃષિ અને ડેરી ઉત્પાદનોને ભારત રાહત આપે,
પણ ભારત તેના આ બન્ને ક્ષેત્રનાં હિતમાં અમેરિકાની આ માંગ સ્વીકારવા
તૈયાર નથી. અમેરિકાએ ભારતમાંથી થતી આયાત પર 2પ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ભારતીય ઉત્પાદનોની નિકાસ
પર મોટી અસર પડી શકે છે. ખાસ તો ભારતીય બનાવટનાં પેટ્રોલિયમ ઉત્પાદનો, દવાઓ, કિંમતી પથ્થરો,
કપડાં, પગરખાં જેવી વસ્તુઓ પર ટેરિફને લીધે અમેરિકાની
બજારમાં અસર પડશે. આ ઓછું હોય તેમ અમેરિકાએ રશિયાનું ક્રૂડ તેલ અને શત્રો ખરીદવાની
સજારૂપે ભારત પર વધારાનો દંડ લાદવાની જાહેરાત કરીને બળતામાં ઘી હોમ્યું છે. ભારત એક
સ્વતંત્ર દેશ તરીકે વિશ્વના કોઈ પણ રાષ્ટ્ર સાથે વેપાર કરવાનો અધિકાર ધરાવે છે તે ટ્રમ્પ
વિસરી ગયા છે, પણ ભારત આ દબાણને પણ વશ નહીં થાય એ નક્કી જણાઈ
રહ્યંy છે. ભારતને મિત્ર ગણાવતા ટ્રમ્પે લીધેલાં
પગલાં અને તે પછી પણ કરેલા વિધાનો ભારે ચોંકાવનારા છે. ટ્રમ્પે ભારત અને રશિયાના અર્થતંત્રોને
મૃત:પ્રાય ગણાવીને પોતાનો વરવો ચહેરો વધુ છતો કર્યો છે. ભારતમાં અમેરિકાના ટેરિફના
આર્થિક મોરચે તત્કાળ કોઈ મોટા પ્રત્યાઘાત સામે આવ્યા નથી. આરંભમાં શેરબજારમાં ઘટાડો
નોંધાયો હતો, પણ દિવસ જતાં સેન્સેક્સ
અને નિફ્ટી પાટે ચડયા હતા. રાજકીય મોરચે ગુરુવારે કોંગ્રેસને સરકારની સામે સવાલ કરવાનો
વધુ એક વિષય મળ્યો છે. રાહુલ ગાંધીએ ભારતીય અર્થતંત્ર અંગે ટ્રમ્પના વિધાનનો ઉપયોગ
કરીને મોદી સરકારની સામે નિશાન સાધ્યું છે, તો કોંગ્રેસ અધ્યક્ષે
ફરી એક વખત વડાપ્રધાનનો જવાબ માગ્યો છે. એક તરફ સરકારે દેશનાં આર્થિક હિતો સાથે કોઈ
બાંધછોડ ન કરવાનું આવકારદાયક વલણ લીધું હોવાથી અમેરિકા સાથે વેપાર કરારની વાટાઘાટોનો
દોર સતત લંબાઈ રહ્યો છે. ટ્રમ્પ હવે તેમની પ્રકૃતિ મુજબ ઉતાવળા બન્યા છે એટલે ભારતની
ઉપર દબાણ ઊભું કરવા ટેરિફનું શત્ર ઉગામ્યું છે. હવે 2પમી ઓગસ્ટની વાટાઘાટોમાં અમેરિકા કેવું
વલણ લે છે તેના પર સૌની નજર રહેશે, પણ તે દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિએ વાણીવિલાસ રોકવાની તાકીદની જરૂરત છે.