નવી દિલ્હી, તા. 2 : જો તમામ પ્રક્રિયા
અનુકૂળ રહી તો કોલકાતાના ફૂટબોલપ્રેમીઓને એક દાયકા બાદ મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો
દીદાર કરવાની તક મળશે, જે કોલકાતા
બાદ અમદાવાદ, મુંબઈ અને દિલ્હી પણ જશે. દિલ્હીમાં પીએમ નરેન્દ્ર
મોદી સાથે મુલાકાત કરશે. જાણકાર સૂત્રો અનુસાર મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમનું બુકિંગ
સહિત તમામ ઔપચારિકતા પૂરી કરી લેવામાં આવી છે. જો કે, મેસ્સી
તરફથી સત્તાવાર પુષ્ટિ મળવાની બાકી છે. ટૂંક સમયમાં મેસ્સીના સોશિયલ મીડિયા હેન્ડલ
ઉપરથી જાણકારી મળી જશે. સૂત્રો અનુસાર વર્તમાન
સમયે પ્રસ્તાવિત કાર્યક્રમ ઉપર સહમતી બની ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર મેસ્સીની પુષ્ટિ
મળવાની રાહ છે અને તે પણ ટૂંક સમયમાં નક્કી થઈ જશે. કાર્યક્રમ અનુસાર મેસ્સી 12 ડિસેમ્બરના રાત્રે દસ વાગ્યે
કોલકાતા પોંચશે. જ્યાં બે દિવસ અને એક રાત રોકાશે. કોલકાતામાં 13 ડિસેમ્બરના સવારે નવ વાગ્યે
મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ થશે. બાદમાં વીઆઈપી રોડ ઉપર શ્રીભૂમિમાં મેસ્સીની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ
કરવામાં આવશે. બાદમાં ઈડનગાર્ડનમાં જીઓએટી કપ અને જીઓએટી કોન્સર્ટ થશે. સૂત્ર અનુસાર
પ્રતિ ટીમ સાત ખેલાડીનો સોફ્ટ ટચ અને સોફ્ટ બોલ મેચ રમશે3, જેમાં સૌરવ ગાંગુલી, લિએન્ડર પેસ, જોન અબ્રાહમ
તેમજ બાઈચુંગ ભુટિયા સામેલ હશે. મેસી સ્ટેડિયમમાં 20 મિનિટ રહેશે. બાદમાં 13મી ડિસેમ્બરના સાંજે મેસી અમદાવાદમાં અદાણી
ફાઉન્ડેશનના અંગત કાર્યક્રમમાં ભાગ લેશે. 14 ડિસેમ્બરે મુંબઈ પહોંચશે અને વાનખેડેમાં મીટ એન્ડ ગ્રીટ થશે.
તેમજ જીઓએટી કપ અને કન્સર્ટ થશે. બાદમાં ભારતીય ફૂટબોલ ટીમ સાથે વાતચીત કરી શકે છે.
15 ડિસેમ્બરે મેસી દિલ્હી જશે
અને પીએમ મોદીને મળશે.