ગાંધીધામ, તા. 3 : શહેરના જી.આઈ.ડી.સી. નજીકથી
એક શખ્સને પકડી પાડી તેની પાસેથી રૂા. 9100નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કરાયો હતો. શહેરના જી.આઈ.ડી.સી.
હરીશ ટ્રાન્સપોર્ટ સામે પોલીસ પેટ્રોલિંગમાં હતી,
દરમ્યાન સામેથી પગપાળા આવતા આમોદ જગન્નાથ મંડળ નામના શખ્સને પકડી પાડવામાં
આવ્યો હતો, તેની પાસે રહેલી બેગની તલાશી લેવાતાં તેમાંથી દારૂ
મળી આવ્યો હતો. આ શખ્સ પાસેથી રોયલ ચેલેન્જ 350 એમ.એલ.ની સાત બોટલ કિંમત રૂા. 9100નો દારૂ જપ્ત કરવામાં આવ્યો
હતો, પરંતુ આ
શખ્સ તેમાંથી દારૂ લઈ આવ્યો હતો, કોની પાસેથી લાવ્યો હતો
અને કોને આપવાનો હતો, તે પોલીસ બહાર લાવી શકી નહોતી, જેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.