• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

મુંબઈથી અમદાવાદની પહેલી બુલેટ ટ્રેન ટૂંક સમયમાં

ભાવનગર તા. 3 : ભાવનગરથી 3 નવી એક્સપ્રેસ ટ્રેન સેવા ભાવનગર - અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ અને જબલપુર -રાયપુર એક્સપ્રેસને કેન્દ્રીય રેલ્વે મંત્રી  અશ્વિની વૈષ્ણવે આજે  લીલી ઝંડી આપી હતી. તેમણે  જણાવ્યું કે ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે તથા વેપાર અને પર્યટનને વેગ મળશે. તેમણે ઉમેર્યું હતું કે પોરબંદર-રાજકોટ નવી ટ્રેન ટૂંક સમયમાં દરરોજ દોડવા લાગશે. વધુમાં તેમણે જણાવ્યું કે પાછલા 11 વર્ષમાં રેલ્વેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ 11 વર્ષમાં 34000 કિલોમીટરના નવા રેલ્વે ટ્રેક બનાવ્યા છે. દરરોજ લગભગ 12 કિમી નવા ટ્રેક બનાવવામાં આવે છે, જે ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. 1300 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેશન નવીનીકરણ કાર્ય છે. મુંબઈથી અમદાવાદની પહેલી  બુલેટ ટ્રેન પણ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જ્યારે આ ટ્રેન શરૂ થશે, ત્યારે મુંબઈથી અમદાવાદની સફર ફક્ત 2 કલાક અને 7 મિનિટની થઈ જશે. યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે અયોધ્યા ટ્રેન થકી રામલલ્લાના દર્શન કરવાનું સૌભાગ્ય આ ક્ષેત્રના લોકોને પ્રાપ્ત થશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા એ કહ્યંy હતું કે આ ટ્રેન નો લાભ માત્ર ભાવનગરવાસીઓને જ એની પરંતુ તેની આસપાસના જિલ્લાના લોકોને પણ મળવા જઈ રહ્યો છે.

Panchang

dd