• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

કચ્છમાં જુગાર રમતા 49 ખેલી જબ્બે

ભુજ/ગાંધીધામ, તા. 3 : કચ્છમાં જુગાર અંગે પડાયેલા વિવિધ દરોડામાં કુલ 49 ખેલી ઝડપાયા હતા, જેમની પાસેથી રોકડ સહિત કુલ રૂા. 1,42,760નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. - ધ્રંગમાં પત્તા ટીંચતા ચાર પકડાયા : ભુજ તાલુકાના ધ્રંગ ગામમાં બોલચ ફળિયામાં રહેતા કારા ઉર્ફે ડાડા ઓસમાણ ચાવડાના રહેણાકના મકાનની આગળના ખુલ્લા આંગણામાં પત્તા ટીંચતા કારા ઉપરાંત ઈશા જુસા લાડક, ઈકબાલ જુસબ ચાવડા અને દામજી હમીર વારોત્રાને માધાપર પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 18,750 તથા પાંચ મોબાઈલ કિં. રૂા. 25,000 મળી કુલ રૂા. 43,750નો મુદ્દામાલ કબજે લીધો હતો. - સુખપરમાં ત્રણ ખેલી જબ્બે : ભુજ તાલુકાના સુખપર ગામમાં પત્તા વડે જુગાર રમતા પ્રવીણ રમજુ કોલી, હિંમતસિંહ હમીરજી પઢિયાર અને રાહુલ કરસન કેરાઈને માનકૂવા પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 11,270 હસ્તગત કર્યા હતા. - જામથડામાં આઠ ઝડપાયા : માંડવી તાલુકાના જામથડામાં જાહેરમાં ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતા અબ્દુલ જુમા ફકીર, જુસબ અલીમામદ ફકીર, નજીદ ઈસ્માઈલ ફકીર, અકબર અબ્દુલ ફકીર, અબ્બાસ જુસબ ફકીર, અશરફ આમદ ફકીર, આમદ સુમાર ફકીર અને રમજાન હાજી સોઢાને ગઢશીશા પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 10,150 જપ્ત કર્યા હતા. - મોટા અંગિયામાં પાંચ પકડાયા : નખત્રાણા તાલુકાના મોટા અંગિયામાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા અશોકનાથ રમેશનાથ, ખેંગારભાઈ કલાભાઈ રબારી, રબારી કાયાભાઈ કરણાભાઈ, બીજલભાઈ સામતભાઈ આયર અને ખેંગારભાઈ ભીખાભાઈ રબારીને નખત્રાણા પોલીસે ઝડપી પાડી રોકડા રૂા. 10,300 કબજે લીધા હતા. - મુંદરામાં પાંચ ખેલી ઝડપાયા : મુંદરામાં ગેરકાયદે મંડળી રચી પત્તા ટીંચતા વીનુભા કાળુભા વાઘેલા, ગણેશ જેઠા ગુજર, રમેશ વેલા સોલંકી, રોહિત સામત મહેશ્વરી અને તુલસી કેશા દાફડાને મુંદરા પોલીસે પકડી તેમની પાસેથી રોકડા રૂા. 12,100 કબજે કર્યા હતા. - ગળપાદરમાં જાહેરમાં પત્તા ટીંચતા પાંચની ધરપકડ : ગાંધીધામના ગળપાદરમાં રેનોલ્ટના શો-રૂમની પાછળ ખુલ્લી જગ્યામાં આજે સાંજે અમુક શખ્સો પત્તા ટીંચી રહ્યા હતા, ત્યારે પોલીસ ત્રાટકી હતી અને અહીંથી ભાવેશ બીજલ વિરડી, અભયસિંહ લાલસિંહ ચાવડા, અર્જુન રત્નારામ બાવરી, હિતેશ ધમા વિરડી તથા ગની કાસમ ભટ્ટીને ઝડપી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 14,050 જપ્ત કરાયા હતા. - રાજણસરમાં જુગાર રમતા ત્રણ ખેલીની ધરપકડ : ભચાઉના રાજણસર તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં ગત મોડી રાત્રે જુગાર રમાઈ રહ્યો હતો. તેવામાં આવેલી પોલીસે અહીંથી ભરત શિવા મસાલિયા, મુસ્તાક રમજુ લંઘા અને અશોકકુમાર ઓમયોકુમાર પાતરોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂા. 11,880 જપ્ત કર્યા હતા. - રાપરની ગોગાવાંઢમાંથી પણ સાત શખ્સ ઝડપાયા : રાપરના ચિત્રોડ-ગોગાવાંઢમાં પાણીના ટાંકાની બાજુમાં મોબાઈલ ટોર્ચના અજવાળે અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે અહીં પોલીસ ત્રાટકી હતી અને અહીંથી ભરત રામજી કોળી, અલ્પેશ ધરમશી કોળી, કેશુ નરશી કોળી, સચિન ટપ્પુ કોળી, રાજેશ કાનજી કોળી, મનજી વિરમ કોળી, વજેરામ હોથી કોળીને ઝડપ પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 11,350, 6 મોબાઈલ તથા ચાર બાઈક એમ કુલ રૂા. 81,340નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. - મેઘપર-બોરીચીની સોસાયટીમાં જુગાર રમતા પાંચની ધરપકડ : અંજારના મેઘપર બોરીચીની ઉમાનગર સોસાયટી કોમ્યુનિટી હોલની બાજુમાં ગત મોડી રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં પત્તા ટીંચતા અરવિંદ વિલાલ પટેલ, ભરત અમરતલાલ પટેલ, પાર્થ નરેન્દ્ર પટેલ, કલ્પેશ લક્ષ્મણ પટેલ, ગૌરવ જયંતી પટેલને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,150 તથા ચાર મોબાઈલ એમ કુલ રૂા. પ9,150નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. - આદિપુરમાં ધાણીપાસા વડે નસીબ અજમાવતા ચાર ઝડપાયા : આદિપુરની સિંધુવર્ષા સોસાયટીના ચાર રસ્તા પાસે ખુલ્લા મેદાનમાં શખ્સો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા ત્યારે આજે બપોરે અચાનક આવેલી પોલીસે અહીંથી ઈશ્વર નટુ ભીલ, સંજયકુમાર શંકર રાણા, રણજિત નાનુ ભીલ તથા શામરા માણેક બારોટ (ગઢવી)ને ઝડપી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 6770 જપ્ત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd