કીવ, તા. 3 : રશિયા અને યુક્રેન યુદ્ધ 3 વર્ષ બાદ પણ અટકવાનું નામ લઈ રહ્યંy નથી. બન્ને દેશ એકબીજા પર સતત હુમલા કરી
રહ્યા છે. હવે યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પાસે ફરી એકવાર રશિયા દ્વારા હુમલો કરવામાં
આવતાં રેડિયેશન લીકેજના ભયે યુરોપમાં ચિંતા છવાઈ છે. જોરદાર ધડાકા બાદ એટોમિક એનર્જી
એજન્સી સક્રિય બની છે અને તપાસ હાથ ધરી છે. આ
એજ પરમાણુ પ્લાન્ટ છે જેના પર રશિયાએ કબજો જમાવ્યો છે. આઈએઈએના એક અહેવાલમાં દાવો કરાયો છે કે
યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો થયો છે. એજન્સીના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિયાનો
ગ્રોસીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની ટીમે યુક્રેનના જાપોરિજ્જિયા
પરમાણુ પાવર પ્લાન્ટમાં ધડાકાનો અવાજ સાંભળ્યો છે. નજીકથી 1ર00 મીટરના અંતરે ધુમાડો ઉઠતાં જોયો છે. પ્લાન્ટના એક ભાગને નિશાન
બનાવી હુમલો કરાયો છે. જેનું અંતર પરમાણુ પ્લાન્ટથી ખુબ નજીક છે. આ બનાવથી પરમાણુ પ્લાન્ટની
સુરક્ષા અંગે ગંભીર સવાલ ઉઠયા છે. આઈએઈએની ટીમને માહિતી મળી કે પરમાણુ પ્લાન્ટની સુવિધાઓ
પર ગોળીબાર પછી ડ્રોન હુમલો સવારે 9 વાગ્યા આસપાસ કરાયો હતો. આ સમયે ટીમે સૈન્ય ગતિવિધિનો અવાજ સાંભળ્યો
હતો. એજન્સીની ટીમે બપોરે એ દિશામાં ધુમાડો ઉઠતાં
જોયો હતો. જાપોરિજ્જિયા પરમાણુ પાવર પ્લાન્ટમાં હવે પરમાણુ લીક અને તેના જોખમ
અંગે ચિંતા છવાઈ છે. એજન્સીએ પોતાના અહેવાલમાં પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવી હુમલાને
અયોગ્ય ઠેરવ્યો છે અને અપીલ કરતાં કહ્યું કે કોઈ પણ સ્થિતિમાં આવો હુમલો ટાળવો જોઈએ.