ગાંધીધામ, તા. 3 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઝુંબેશ
ભાગેડુ અંતર્ગત 23 વર્ષ દરમ્યાન
252 નાસતા ફરતા આરોપીને પકડી પાડયા
હતા. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વર્ષ 2000થી 2024 દરમ્યાન જુદા-જુદા ગુનાઓમાં
નાસતા ફરતા 161 આરોપીઓને પકડી પાડયા હતા, જેમાં વર્ષ 2011 અને 2019 દરમ્યાન એકેય નાસતા ફરતા આરોપી
પોલીસના સકંજામાં આવ્યા નહોતા. રાજ્ય બહારથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા,
બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સાથી
54 જેટલા આરોપીને પકડી પાડયા હતા
તેમજ કચ્છ બહારથી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી 37 આરોપીને પોલીસે પકડી પાડયા હતા. આ વીતેલાં વર્ષો દરમ્યાન કુલ
252 જેટલા નાસતા-ફરતા આરોપેને ઝડપી
લેવામાં આવ્યા હતા.