નવી દિલ્હી, તા. 2 : ભારતીય ટીમના ઓપનિંગ બેટસમેન યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે
બીજી ઈનિંગ્સમાં અર્ધસદી કરી હતી. ભારત માટે 24મો ટેસ્ટ મેચ રમી રહેલા યશસ્વીની ટેસ્ટમાં 13મી અર્ધસદી છે. યશસ્વી 46 ઈનિંગ બાદ સૌથી વધારે 50થી વધારે સ્કોર કરનારો ત્રીજો ભારતીય બેટ્સમેન
બની ગયો છે. આ મામલે જયસ્વાલે સચિન તેંડુલકરને પાછળ છોડયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી
વધારે રન કરનારા સચિન તેંડુલકરે 46 ટેસ્ટ ઈનિંગમાં
17 વખત 50થી વધારેનો સ્કોર કર્યો હતો, જ્યારે જયસ્વાલે 24 મેચની 46 ટેસ્ટ ઈનિંગમાં 18 વખત 50થી વધુનો સ્કોર કર્યો છે. ભારત માટે 46 ઈનિંગમાં સૌથી વધારે વખત 50થી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડનાં
નામે છે. રાહુલે 46 ઈનિંગમા 20થી વધુ વખત 50થી વધારેનો સ્કોર કર્યો હતો, જ્યારે સુનીલ ગાવસ્કરે 19 વખત 50થી વધુનો સ્કોર કર્યો હતો. ઈંગ્લેન્ડ સામે
ચાલી રહેલી વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ 5 મેચની 10 ઈનિંગમાં 350થી વધારે
રન કરી ચૂક્યો છે.