ભચાઉ, તા. 3 : શહેરની વધતી જનવસ્તી અને અને
અનેક વાહનોનાં કારણે મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ સહિતની સમસ્યા
સર્જાય છે, ત્યારે આ સમસ્યા નિવારવા
પોલીસ પ્રશાસન દ્વારા કવાયત આદરી સ્પ્રિંગ પોલ લગાડવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગતો
મુજબ મુખ્ય બજારથી માંડવીચોક સુધી ટ્રાફિકજામની સમસ્યા વધતા પોલીસ દ્વારા આ રીતે આડેધડ
પાર્કિંગ પર લગામ લગાવવા વ્યાયામ આદરાયો છે . સવાર-સાંજ ખરીદી માટે આવતા ગ્રામીણ,
સ્થાનિક અને કારખાનેદારોની ભારે ભીડ અને નાના મોટા વાહનો થકી અવ્યવસ્થા
ક્યારેક અંધાધૂધી ફેલાતી હતી. ગાડીઓ, મોટરસાઈકલ મૂકી ખરીદી માટે
જતા હોય છે. પોલીસ ટ્રાફિક સાફ કરાવવા માટે વિચલિત થઈ જાય આવી સ્થિતિ નિર્માણ પામતી
હોય છે. આ સમસ્યાને નિવારવા બે ફૂટની લંબાઈ જેવા પ્રિંગ પોલ મહારાણા પ્રતાપ ગેટથી ઘંટી
ચોક સુધી બે ભાગ અવર જવર માટે કરાયા છે. 300 જેટલા પોલ મુકાયા છે. ભચાઉ
પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારની કામગીરીથી માર્ગ પર નિયંત્રણ આવશે દરમ્યાન મહારાણા પ્રતાપ ગેટ પાસે જ
કેટલીક જગ્યાએ લારીવાળા માર્ગની નજીક ઊભા રહે છે, તો કેટલાક વેપારીઓ દુકાનો બહાર અનેક સામગ્રી બહાર રાખતા હોવાથી રસ્તો
અવરોધાય છે. ફૂટપાથ પણ બિન ઉપયોગી થઈ ગઈ છે. માર્જિન સ્પેસ પણ ધીરે ધીરે ગાયબ જ થઈ
જતો હોવાથી રાહદારીઓને ચાલવું મુશ્કેલી ભર્યું બની ગયું છે. આ પરિસ્થિતિ નિવારવા યોગ્ય
કાર્યવાહી કરાય તે સમયની માંગ હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.