• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

હવે બંગાળી અસ્મિતાના નામે જંગ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળી લોકોની લાગણીઓ ભડકાવીને તેનો રાજકીય લાભ અંકે કરવાના સતત પ્રયાસ કર્યા છે, હવે તેમણે ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી વસવાટીઓને નિશાન બનાવાતા હોવાના આરોપ સાથે ભારે વિરોધનો આરંભ કર્યો છે.  દેશની અંદર આંતરિક કડવાશ વધારતા મમતા બેનર્જી અને તેમના તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) પક્ષના આ આક્રમક વલણનો પડઘો ગયા સપ્તાહે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ પડયો હતો. ગયા સપ્તાહે બંગાળની રાજ્ય વિધાનસભાના ખાસ સત્રના અંતિમ દિવસે ટીએમસીએ ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી નાગરિકોને નિશાન બનાવાતા હોવાના આરોપ સાથે તે મુદ્દે ચર્ચા કરાવવાની તૈયારી કરી હતી, પણ વિપક્ષી ધારાસભ્યો તેના વિરોધમાં ગૃહનાં મધ્યમાં ધસી ગયા હતા અને ભારે ધમાલ કરી હતી. પરિણામે ભાજપના મુખ્ય દંડક શંકર ઘોષને ગૃહમાંથી સસપેન્ડ કરી દેવાયા હતા.  માર્શલની મદદથી તેમને ગૃહની બહાર લઈ જવાયા હતા, ત્યારે તેઓ બેહોશ થઈ ગયા હતા. છેલ્લા થોડા સમયથી મમતા બેનર્જી બંગાળી અસ્મિતાના મુદ્દા આક્રમક બન્યા છે. તેઓ અને તેમનો ટીએમસી  આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપવામાં સતત મથી રહ્યો છે.  થોડા સમય અગાઉ તેમણે અન્ય રાજ્યોમાં વસતા બંગાળના લોકોને પર આવા કહ્યંy હતું અને રાજ્ય સરકાર તેમનો ખ્યાલ રાખશે એવી ખાતરી પણ આપી હતી.  ગયા સપ્તાહે ટીએમસીના એમ મંચ અને કાર્યક્રમ સ્થળને લશ્કરે હટાવી દીધા ત્યારે પણ ભારે વિરોધ અને ધમાલ થયા હતા.  લશ્કરે એવો દાવો કર્યો હતો કે, પરવાનગીનો સમય પૂર્ણ થયા પછી પણ પક્ષે મંચને હટાવ્યો ન હોવાને લીધે  આ કાર્યવાહી કરાઈ હતી. કોઈ પણ મુદ્દે વાતનું વતેસર કરવામાં પાવરધા મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની સાથે સતત સંઘર્ષનો માહોલ સર્જ્યો છે.  મમતા અને તેમની સરકારના રાજ્યપાલો સાથે કદી સારા સંબંધ રહ્યા નથી.  કેસરીનાથ ત્રિપાઠીએ રાજ્યપાલ પદ છોડતી વેળાએ મમતા પર તૃષ્ટીકરણનો આરોપ લગાવ્યો હતો, તો જગદીપ ધનખડે બંગાળમાં લોકશાહીની સામે સવાલ ખડા કર્યા હતા.  સામા પક્ષે મમતાએ આરોપ મુક્યા છે કે, કેન્દ્ર સરકાર રાજભવન વાટે રાજ્યના અધિકારક્ષેત્રમાં દખલ કરે છે.  આમ, આ વખતે મમતાએ બંગાળી અસ્મિતાના મુદ્દાને આગળ ધરવાની જે રીતે કમર કસી છે તે જોતાં આગામી સમયમાં આ મુદ્દો રાજ્યમાં વધુ ગંભીર સ્વરૂપ લેશે એ વાત નક્કી જણાય છેપણ મમતા અને ટીએમસીને સમજાવવાની જરૂરત છે કે, સંકિર્ણ રાજકીય લાભો માટે આવી વિખટનવાદી  વિચારધારા કોઈ પણ હિસાબે યોગ્ય નથી. 

Panchang

dd