• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

રૂસની કેન્સરની રસી પરીક્ષણમાં સફળ

મોસ્કો, તા. 7 : કેન્સર સામે લડાઈમાં સફળતા મેળવતા રશિયાના વૈજ્ઞાનિકોની ટીમે કર્કરોગની રસી બનાવી છે. આ રસીના તમામ પરીક્ષણ સફળ રહ્યા છે અને ઉપયોગ માટે તૈયાર છે તેવો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો હતો. ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સીએ આ રસી બનાવી છે, જેનું પ્રારંભિક લક્ષ્ય આતંરડાના કેન્સરને નાથવાનું છે. રસી નિર્માતા એજન્સીના અધ્યક્ષ વેરોનિકા સ્કવોત્સોધાએ કહ્યું હતું કે, આ રસી માટેનું  સંશોધન વર્ષો સુધી ચાલ્યું હતું. આ રસી કેન્સરની ગાંઠની વૃદ્ધિ ઓછી કરવામાં અને તેને નાની કરવામાં 60થી 80 ટકા સફળ રહી છે. કેન્સરની રસી હવે ઉપયોગ માટે તૈયાર છે. અમે બસ સત્તાવાર મંજૂરીની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. આ રસી ગ્લિયોબ્લાસ્ટોમા એટલે કે, મગજના કેન્સર અને ઓઁક્યુલર મલેનોમા (આંખના કેન્સર) માટે ઉપયોગી થશે. 

Panchang

dd