સાઉથમપ્ટન, તા.7 : દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી
અને આખરી વન ડે મેચમાં ઇંગ્લેન્ડે પ0 ઓવરમાં પ વિકેટે 414 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. શ્રેણી 0-2થી ગુમાવી ચૂકેલી ઈંગ્લેન્ડ
ટીમ તરફથી આજની મેચમાં સ્ટાર બેટર જો રૂટ અને ઓલરાઉન્ડર જેકોબ બેથેલે આક્રમક સદી ફટકારી
હતી. બેથેલે 82 દડામાં 13 ચોગ્ગા-3 છગ્ગાથી વિસ્ફોટક 110 રનની ઇનિંગ્સ રમી હતી. જયારે
રૂટ 96 દડામાં 6 ચોગ્ગાથી 100 રન કરી આઉટ થયો હતો. ઓપનર જેમી
સ્મિથે 48 દડામાં 9 ચોગ્ગા-1 છગ્ગાથી ઝડપી 62 રન કર્યાં હતા. બેન ડકેટ 31 રને આઉટ થયો હતો. કપ્તાન હેરી બ્રુક (3)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. જોસ બટલર માત્ર
32 દડામાં 8 ચોગ્ગા-1 છગ્ગાથી 62 રને અને વિલ
જેકસ 9 દડામાં 19 રન સાથે નોટઆઉટ રહ્યા હતા. આફ્રિકા તરફથી કોબિન બોશ અને કેશવ
મહારાજે 2-2 વિકેટ લીધી હતી. આ પછી આફ્રિકા
ટીમનો ધબડકો થયો હતો અને 20.પ ઓવરમાં
ફકત 72 રને ઓલઆઉટ થઇ હતી. આથી ઇંગ્લેન્ડ
ટીમનો તેના વન ડે ઇતિહાસનો સૌથી વધુ 342 રનના અંતરથી મહાવિજય થયો હતો.