ભુજ, તા. 8 : કચ્છ જિલ્લામાં સતત વરસી રહેલા
ભારે વરસાદમાં નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી કચ્છ કલેક્ટર આનંદ પટેલના
માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ સહાયતા માટે જિલ્લા
કંટ્રોલ રૂમ (02832-250923/252347) પર સંપર્ક
કરવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તાલુકાના કંટ્રોલ રૂમમાં
પણ નાગરિકો કોઈપણ સહાયતા માટે ફોન કરીને મદદ માગી શકે છે. કલેક્ટરની કચેરી ભુજ ખાતે
કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી,
રોડ રસ્તાઓને અસર, ડેમનું જળસ્તર, વીજ પુરવઠો, સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોને
હિતમાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકાકક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ
કાર્યરત છે ત્યારે ત્યાંથી આવતી તમામ માહિતીનું સંકલન કરીને હાલની ભારે વરસાદની પરિસ્થિતિ
ઉપર નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમ પર દેખરેખ કલેક્ટર આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ અને ડિઝાસ્ટર મામલતદાર સી.આર.નિમાવત દ્વારા
કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, વરસાદની પરિસ્થિતિની રિયલ ટાઈમ
માહિતી રાજ્યકક્ષાના ગાંધીનગર ખાતે આપવામાં આવી રહી છે. અહીં આવતી નાગરિકોની ફરિયાદોને
સંલગ્ન તાલુકાવાઈઝ પ્રાંત અધિકારી અને મામલતદારને નિવારણ અર્થે મોકલવામાં આવી રહી છે.
નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ
રૂમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યો છે. - દરેક તાલુકા મથકોએ કન્ટ્રોલ
રૂમ : ભુજ,
તા. 8 : ભારે વરસાદની
પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની સહાયતા તેમજ માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં
આવ્યા છે. નાગરિકો કોઈ પણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ (02832-250923 / 252347) અને તાલુકા
કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. તાલુકા કંટ્રોલ રૂમમાં નાગરિકોને ભુજ માટે
02832-230832, માંડવી 02834-222711, મુંદરા 02838-222127, અંજાર 02836-242588, ગાંધીધામ 02836-250270, ભચાઉ 02837-224026, રાપર 02830-220001, નખત્રાણા 02835-222124, અબડાસા 02831-222131 અને લખપત 02839-233341 ઉપર સંપર્ક કરી શકાશે, તેવું એક યાદીમાં જણાવાયું હતું.