• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

એકના ત્રણ અને 20 ટકા ડિસ્કાઉન્ટથી સોનુ આપવાની જાળ બિછાવનાર જબ્બે

ભુજ, તા. 8 : સોશિયલ મીડિયા પર નોટોના બંડલ તથા સોનાના બિસ્કિટ મૂકી એકના ત્રણ તથા20 ટકા ડિસ્કાઉન્ટથી સોનુ આપવાની રિલ્સ વહેતી કરી છેતરવાની જાળ બિછાવનારા ભુજના રિયાજ જાકબ સમાને એસઓજીએ ઝડપી લીધો હતો. આ અંગે એસઓજીએ જાહેર કરી વિગતો મુજબ સોશિયલ મીડિયામાં લોભામણી લાલચો આપી યુઝર આઈ.ડી.ની ખરાઈકરવાની કામગીરી દરમ્યાન તેમની ટીમને ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં ગોલ્ડના બિસ્કિટ અને ચલણી નોટોવાળો ફોટો મૂકી એક લાખના ત્રણ લાખ કરવા અને 20 ટકા ડિસ્કાઉન્ટ પર સોનુ આપવા લાલચ આપતી પોસ્ટ છેતરવાના ઈરાદે મુકેલી દેખાઈ હતી. એસઓજીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા ગુપ્ત બાતમીના આધારે આ આઈ.ડી.ધારક રિયાજ જાકબ સમા (રહે. હંગામી આવાસ, ભુજ)ને ઝડપી લઈ બી-ડિવિઝન પોલીસ મથકે કાયદેસરનો ગુનો નોંધાવી કાર્યવાહી કરાઈ હતી. 

Panchang

dd