• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

આર્થિક સ્વાર્થ સામે `સ્વદેશી'

સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં સમસ્ત વિશ્વના રોકાણકર્તાઓને ભારતમાં આવવાનું નિમંત્રણ આપતાં ડિઝાઈન ઈન ઈન્ડિયાની જે વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે, તેમાં મેક ઈન ઈન્ડિયાનો સૂર સંભળાઈ રહ્યો છે. ભારતમાં જ ઉદ્યોગો વિકસાવવાના મોદી સરકારના મનોરથનો તે પડઘો છે. ટેરિફની ચર્ચા ટ્રમ્પ સામેની નારાજગી ચારેકોર છે, ભારતમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે તે માહોલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વગર કહ્યું કે, આર્થિક સ્વાર્થને લીધે જે પડકારો ઊભા થયા છે તેનો સામનો કરવા માટે ભારત તૈયાર છે. આ વિધાન ટ્રમ્પની ટેરિફનીતિની સામે મોટો સંકેત છે. જો કે, અમેરિકાની અદાલતે ટેરિફ સામે સવાલો ઉઠાવ્યા છે, હજી ચિત્ર સ્પષ્ટ નથી, પરંતુ નરેન્દ્રભાઈની આ વાત અગત્યની છે. ગયા સપ્તાહે જ ભારતના વડાપ્રધાને અમદાવાદની તેમની મુલાકાત દરમિયાન સ્વદેશી વસ્તુઓની ખરીદી અને ઉપયોગ માટે પ્રજાને આહ્વાન કરીને ટેરિફથી ઊભા થયેલા પડકારનો સામનો કરવા કહ્યું હતું. જો કે, આત્મનિર્ભરતાની વાત વડાપ્રધાને એક વાર લાલકિલ્લા ઉપરથી સ્વતંત્રતા દિવસના પોતાના પ્રવચનમાં પણ કરી હતી. કોવિડના સમયમાં પણ આ મુદ્દો પુન: સપાટી ઉપર આવ્યો હતો. વડાપ્રધાનનો અનુરોધ તથ્યો અને સ્થિતિ આધારિત છે, પરંતુ આ વાતનો જે રીતે અમલ થવો જોઈએ તે રીતે થઈ નથી શકતો, જેવી આ સ્વદેશીની વાત આવે કે, કેટલાક લોકો ચીનની વસ્તુઓના બહિષ્કારની ઝુંબેશ ચલાવે છે. નથી તો આપણે સ્વદેશી પૂર્ણપણે અપનાવી શકતા કે નથી દેશને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય પૂર્ણ કરી શકતા. મેક ઈન ઇન્ડિયાની સાથે ડિઝાઈન ઈન ઇન્ડિયાનું કામ પૂર્ણ થાય તો જ આત્મનિર્ભર બની શકાશે. મેક ઈન ઈન્ડિયાની પહેલ ઘણી અસરકારક નિવડી છે. આજે હવે ભારત મોબાઈલ ફોનનું ઉત્પાદક બન્યું છે. સેમિકન્ડક્ટરના નિર્માણમાં પણ સફળતા મળી રહી છે. હવે પ્રશ્નાર્થચિહ્ન ભારતીય ઉદ્યોગો તરફ છે કે આત્મનિર્ભરતા માટે તેઓની પ્રતિબદ્ધતામાં કેમ કંઈ ખૂટતું હોય તેવું લાગે છે, તેઓ આત્મનિર્ભર ભારત માટે જે પ્રદર્શન કરવું જોઈએ તે થઈ રહ્યું નથી. આજે પણ ભારતના અનેક ઉદ્યોગો ચીન ઉપર નિર્ભર છે. જે વસ્તુઓનું ઉત્પાદન અહીં શક્ય જ ન હોય તે ચીન કે અન્ય દેશથી આવે તે તો સમજી શકાય, પરંતુ અહીં મળતી હોય, બનતી હોય તેવી વસ્તુઓનું પણ ઉત્પાદન થાય છે. 

Panchang

dd