• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

જિલ્લાકક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં યસ શાળાના છાત્રોને ચાર ગોલ્ડ

ભુજ, તા. 7 : મુસ્લિમ એજ્યુકેશન શાળા ખાતે એસજીએફઆઇ અંતર્ગત બોક્સિંગ સ્પર્ધામાં યતીમખાના એહલે સુન્નત સંચાલિત યસ શાળાના ચાર વિદ્યાર્થી પ્રથમ ક્રમે રહ્યા હતા. શાળાકીય જિલ્લાકક્ષાની બોક્સિંગ સ્પર્ધા મુસ્લિમ એજ્યુકેશન શાળા ખાતે યોજાઇ હતી. અંડર-14માં મણકા મારસદ, સોઢા ફરહાન, લોહાર રેહાન અને સુમરા નોફિલ વિવિધ વજન કેટેગરીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો તથા સુમરા રેહાન અને જત રિઝવાન દ્વિતીય નંબર તેમજ અંડર-17માં જુણેજા મોહમ્મદ જુનેદ તૃતીય નંબર પ્રાપ્ત કરી વિજેતા થયા હતા. શાળાના વ્યાયામ શિક્ષક સુમરા મોહમ્મદ સૈફે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. વિજેતા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. તમામ ખેલાડીઓ તેમજ વ્યાયામ શિક્ષકને શાળાના આચાર્ય અમરીનબેન નોતિયાર તેમજ સંસ્થાના જનરલ સેક્રેટરી યાકુબ સોનારા અને ચેરમેન મોહમ્મદ અસલમ સમાએ બિરદાવ્યા હતા. 

Panchang

dd