ગાંધીધામ, તા. 8 : અગ્રસેન મહારાજની જન્મ જયંતીના
ઉપલક્ષમાં અગ્રવાલ યુવા સંગઠન દ્વારા અગ્રસેન પ્રીમિયર લીગ (બોક્સ ક્રિકેટ)નો આરંભ કરાયો હતો. અગ્રવાલ સમાજના
પ્રમુખ સમીર ગર્ગ, યુવા સંગઠનના
પ્રમુખ દેવેન્દ્ર ગોયલ, મહિલા મંડળના પ્રમુખ કિરણ ગોયલના હસ્તે
ટૂર્નામેન્ટનો આરંભ કરાયો હતો. ત્રણ દિવસ સુધી બે મેદાન ઉપર રમાનારી આ ટૂર્નામેન્ટમાં
20 ટીમ વચ્ચે રમાશે. પ્રોફેશનલ
અમ્પાયરોની ટીમ અને નવા નિયમો સાથે મેચ રમાડવામાં
આવશે. આરંભથી જ રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ
ટૂર્નામેન્ટ જેવો માહોલ છવાયો હતો. અગ્રવાલ
સમાજના પ્રમુખ સમીર ગર્ગએ પોતાના પ્રવચનમાં ભાગ લેનારી તમામ ટીમને બિરદાવી હતી. સમગ્ર
આયોજન બદલ યુવા સંગઠનના પ્રમુખ દેવેન્દ્ર ગોયલની સમગ્ર ટીમને બિરદાવી હતી. પ્રોજેક્ટ કન્વીનર અભિમન્યુ ગર્ગ, આદિત્ય અગ્રવાલ, મધુર
ગર્ગ સમસ્ત યુવા સંગઠન જેહમત ઉઠાવી રહ્યો છે આ સ્પર્ધા-બોક્સ ક્રિકેટમાં એસીસી,
અંબિકા વોરિયર્સ, બાલાજી બ્લાસ્ટર્, બાલાજી રોયલ્સ, બજાજ સ્કોર, ભગવતી
વોરિયર્સ, સીપીએલ ટાઈગર્સ, ગોયલ સ્ટ્રાઈકર્સ,
કે.કે. રાઈડર્સ, એમડી સ્ટ્રાઈકર્સ, મા સંતોષી ધ્વજવાહક, નિયો ચેમ્પસ, પંગેબાજ-1, પંગેબાજ-ટુ, રૂદ્રાક્ષ, રાજસ્થાન રોયલ્સ,
એસઆઈપીએલ વોરિયર્સ, સુપર સ્ટ્રાઈકર્સ, યશ સ્ટ્રાઈકર્સ, નાઈન્થ એવેન્યુ જેવી ટીમો વચ્ચે આ જંગ
ખેલાશે. આ પ્રસંગે સંજય ગર્ગ, માનવ ગોયલ, રેખા ગોયલ, મિતુ ગોયલ,
પાયલ બિંદાલ, શિલ્પા બજાજ,આકાશ અગ્રવાલ, સુનિલ બજાજ, સુધિર
ગોયલ, દીપક ગોયલ, જયેશ ગુપ્તા, અનુપ ગીરિયા, સ્મિત ગોયલ હાજર રહ્યા હતા.