નવી દિલ્હી, તા. 8 : જગદીપ ધનખડે
21 જુલાઈના દિવસે અચાનક રાજીનામું
આપી દીધા બાદ હવે આવતીકાલે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે. મતદાન થઈ ગયા
બાદ એ જ દિવસે પરિણામ જાહેર કરી દેવાશે. દેશને 50 દિવસ બાદ નવા ઉપરાષ્ટ્રપતિ મળશે. એનડીએ જોડાણે મહારાષ્ટ્રના
રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષી `ઈંડિયા' જોડાણે
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે. આંકડા પર
નજર કરીએ તો એનડીએને સ્પષ્ટ સરસાઈ મળતી દેખાય છે. મંગળવારની સવારે ન વથી સાંજે પાંચ
વાગ્યા સુધી સંસદ ભવનમાં જ મતદાન થશે અને સાંજે છ વાગ્યાથી મતગણતરી બાદ તરત પરિણામ
જાહેર કરાશે. દરમ્યાન, કેસીઆરનો પક્ષ બીઆરએસ અને ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી
નવીન પટનાયકના પક્ષ બીજદે ચૂંટણી પૂર્વે કોઈ પણ જોડાણનું સમર્થન નહીં કરે તેવી ઘોષણા
પણ કરી હતી. તમામ સાંસદ પક્ષને વફાદાર રહીને મત આપે તો એનડીએના રાધાકૃષ્ણનને 439 અને વિપક્ષી ઈંડિયાના સુદર્શન
રેડ્ડીને 324 મત મળી શકે છે. જોકે, ગુપ્ત મતદાનમાં ક્રોસ વોટિંગ બંને તરફથી સમીકરણ
બગાડી શકે છે. એટલે બંને પક્ષે પૂરી તૈયારી કરાઈ રહી છે. સત્તારૂઢ જોડાણને કુલ 422 સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે.
બહુમત માટે કુલ 391 સાંસદના સમર્થનની
જરૂર હોય છે.