• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

વાગડમાં ઓરમાન માતા પર પુત્ર દ્વારા બળાત્કારથી ચકચાર

ગાંધીધામ, તા. 7 : વાગડ પંથકના મુખ્ય મથક રાપરથી 17 કિ.મી. દૂર આવેલા એક ગામમાં સાવકા પુત્રએ પોતાની ઓરમાન માતા ઉપર બળાત્કાર ગુજારતાં ભારે ચકચાર પ્રસરી હતી. ગાગોદર પોલીસ મથકની હદમાં આવતા આ ગામમાં ગત તા. 3/9ના રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર એક મહિલાના અગાઉ લગ્ન થયા હતા જેમાં સામાજિક રીતે છૂટાછેડા બાદ આ મહિલાએ હાલના પતિ સાથે લગ્ન કર્યા હતા. હાલના આ પતિના પણ અગાઉ લગ્ન થયેલા છે જે થકી તેને ત્રણ સંતાન પ્રાપ્ત થયા હતા. આ ત્રણ સંતાન પૈકી સૌથી મોટા દીકરાએ આ જધન્ય કૃત્ય આચર્યું હતું. બનાવની રાત્રે આ શખ્સ પોતાની ઓરમાન માતા પાસે આવ્યો હતો. જમવાનું માંગી બાદમાં ત્યાં જ સૂઈ રહેવાનું આરોપીએ જણાવ્યું હતું અને બાદમાં આ સાવકા પુત્રએ ઓરમાન માતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવથી ડરી ગયેલી મહિલાએ બીજા દિવસે પોતાના બે સંતાન સાથે પિયર જઈ અને પાટણના રાધનપુર પોલીસ મથકે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. 

Panchang

dd