• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

ગાંધીધામમાં સિંઘમ સ્ટાઈલથી પોલીસે શરાબ ઝડપ્યો

ગાંધીધામ, તા. 8 : શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે સિંઘમ સ્ટાઈલમાં રૂા. 52,800નો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. જો કે આરોપી ગેરહાજર મળ્યો હતો. શહેરના નવી સુંદરપુરીમાં અંબે ચોક નજીક રહેનાર મનોજ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકાડો કાનજી માતંગ નામના શખ્સે પોતાના કબ્જાની ઓરડીમાં દારૂ રાખી તેનું વેંચાણ કરતો હોવાની પૂર્વબાતમી એલ.સી.બી.ને મળી હતી. જેના પગલે ગઈકાલે રાત્રે વરસતા વરસાદમાં પોલીસ અહીં પહોંચી હતી. પોલીસે સિંઘમ સ્ટાઈલમાં દરવાજામાં લાત મારી દરવાજો ખોલી નાખ્યો હતો અને અંદરથી ગ્રીન લેબલ 180 મી.લી.ના 192 કવાર્ટરીયા એમ કુલ રૂા. 52,800નો શરાબ હસ્તગત કર્યો હતો. ઓરડીમાં કે આસપાસ કયાંય હાજર ન મળેલા આ શખ્સને પકડી પાડયા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલ.સી.બી. એ કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. 

Panchang

dd