આદિપુર, તા. 7 : કચ્છ મચ્છોયા આહીર સમાજ સંચાલિત
ટી.એમ.એસ.ડી. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-આદિપુરની વિદ્યાર્થિનીઓએ રમતગમત સંકુલ
ગાંધીધામ ખાતે યોજાયેલી જિલ્લા સ્તરની દોડ `રેડરન મેરેથોન ટૂર્નામેન્ટ-2025'માં ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવ્યું હતું. `રેડરન મેરેથોન'માં પાંચ કિ.મી. દોડમાં એફ.વાય. બી.કોમ.ની વિદ્યાર્થિની
તનીષા શેટ્ટીએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. પાંચ કિ.મી. દોડમાં એફ.વાય. બી.કોમ.ની
વિદ્યાર્થિની કશિશ શર્માએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.
કોલેજના આચાર્ય ડો. મેહુલ પટેલ, સમગ્ર સ્ટાફ, સંસ્થાના પ્રમુખ કિરણ આહીર અને મંત્રી ઘેલાભાઇ આહીરે વિદ્યાર્થિનીઓને બિરદાવી
હતી.