ભુજ, તા. 7 : પહેલગામના હુમલામાં તમારી સંડોવણી
ખૂલી હોવાનો ભય બતાવી સતત ચાર-પાંચ દિવસથી ભુજના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી તેના બેન્ક
ખાતાઓમાંથી રૂા. 17.44 લાખની ઓનલાઈન
છેતરપિંડીના બનાવમાં એટીએસના અધિકારી તરીકેની ઓળખ આપનારા આરોપી ઉર્વેશભાઈ ઉર્ફે લાલો
દેવરાજભાઈ ધામેલિયા (રહે. સુરત)ને સાયબર ક્રાઈમ પોલીસ - ભુજે ઝડપી લીધો છે. આરોપીને
કોર્ટમાં રજૂ કરાતાં તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમ્યાન સહ આરોપીઓનાં
નામ અને વિગતો મેળવાશે.