• શુક્રવાર, 24 જુલાઈ, 2026

ચોવીસીના લેવા પટેલ યુવાઓ માટે બેડમિન્ટન ટૂર્ના. યોજાઈ

ભુજ, તા. 23 : ચોવીસી લેવા પટેલ જ્ઞાતિના યુવાનોમાં ખેલકૂદ પ્રત્યે રુચિ વધે તેવા હેતુ સાથે કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ દ્વારા વાર્ષિક રમતોત્સવ અંતર્ગત બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટનું આયોજન 8 કેટેગરીમાં કરાયું હતું, જેમાં મહિલા વિભાગમાં સિંગલ્સમાં 18 વર્ષથી નીચે વિજેતા હાલાઈ ઈશા (સૂરજપર), ઉપવિજેતા હાલાઇ વેદાંશી (ભુજ), 18 વર્ષથી ઉપર વિજેતા જયા હરસિયાણી (કેરા), ઉપવિજેતા લક્ષ્મી ખેતાણી (સુખપર), ડબલ્સમાં 18 વર્ષથી નીચે  વિજેતા સ્નેહા વેકરિયા (સુખપર) તથા યશ્વી વાઘજિયાણી  (મેઘપર), ઉપવિજેતા વેદાંશી હાલાઇ (ભુજ) તથા  નવ્યા હીરાણી (સુખપર), ડબલ્સમાં 18 વર્ષથી ઉપર વિજેતા પ્રિયાંશી ભુવા (કેરા) તથા ઈશા હાલાઇ (સૂરજપર), ઉપવિજેતા જયા હરસિયાણી (કેરા) તથા ધ્રુવી વેકરિયા (સુખપર)પુરુષ વિભાગમાં સિંગલ્સમાં 18 વર્ષથી નીચે વિજેતા હાલાઇ ચિંતન (ગોડપર), ઉપવિજેતા આશાણી દેવ (દહીંસરા), 18 વર્ષથી ઉપર વિજેતા વેકરિયા દીપેન (માધાપર), ઉપવિજેતા સુનીલ પટેલ (માધાપર), ડબલ્સ 18 વર્ષથી નીચે વિજેતા ચિંતન હાલાઇ (ગોડપર) તથા કાબબિયા ઉદય (ગોડપર), ઉપવિજેતા દીલન રાબડિયા (માંડવી) તથા આશિષ છભાડિયા (માંડવી), 18 વર્ષથી ઉપર વિજેતા દીપેન વેકરિયા (માધાપર) તથા દેવ ગામી (માધાપર), ઉપવિજેતા સોહેન ગામી (માધાપર) તથા સુનીલ ભુડિયા (માધાપર) રહ્યા હતા.  કુલ 112 ખેલાડીઓ રમ્યા હતા. વિજેતા ખેલાડીઓને ક.લે.પ. સમાજ ભુજની ત્રણેય પાંખોના ટ્રસ્ટીઓ અને જ્ઞાતિના અગ્રણીઓએ મેડલ તથા પ્રોત્સાહક ઈનામો આપીને સન્માનિત કર્યા હતા. ક.લે.પ. યુવક સંઘ ભુજના પ્રમુખ અને કારોબારી સમિતિએ જણાવ્યું હતું કે, યુવાનો શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ થાય તે માટે સંસ્થા અવારનવાર આવા રમતગમતનાં આયોજનો કરતી રહે છે. યુવક સંઘના સભ્યો, નિર્ણાયકો (અમ્પાયર્સ) અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd