• શુક્રવાર, 24 જુલાઈ, 2026

મેઘપર (બો.)માં યુવાને ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો

ગાંધીધામ, તા. 23 : મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં રાજેશ નારણ માલી (ઉ.વ. 36) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનાં જીવનનો અંત આણ્યો હતો. મેઘપર બોરીચીના સોનલનગર વિસ્તારમાં મકાન નંબર 378-બીમાં રહેનાર રાજેશ માલી નામનો યુવાન ગત તા. 21-7ના રાત્રે પોતાના ઘરે હતો. દરમ્યાન તેણે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનાં જીવનનો અંત આણ્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાનની પત્નીએ એસિડ પી લેતાં તેમને સારવાર માટે લઇ જવાયા હતા. બાદમાં યુવાને ઘરે આવીને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવ  અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd