• શુક્રવાર, 24 જુલાઈ, 2026

પ્રત્યેક ગામમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ

ભુજ, તા. 23 : કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઇ અમૃતિયાની કચ્છ જિલ્લાની મુલાકાત દરમ્યાન તાલુકાના ગ્રીન બેલ્ટ એવા રેલડી વિસ્તારના ખેડૂતોની મુલાકાત દરમ્યાન લાખાપર (તા. લખપત) રોકડિયા હનુમાનજીના મહંત કમલદાસ બાપુના આર્શીવચન મેળવ્યા હતા. કિસાનો સાથેની બેઠક બાદ  કચ્છમાં વરસાદ ખેંચાતાં અબોલા જીવો માટે ઘાસચારા-પાણીની વ્યવસ્થા અંગે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. મહંતે દાતાઓના સહયોગથી ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે છે તેવો ચિતાર આપી  પાણી અને વધારાના ઘાસની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે અને જ્યાં સુધી કચ્છમાં વરસાદ ન થાય, ત્યાં સુધી જિલ્લાનાં કોઇ પણ ગામમાં ઘાસચારાની અછત ઊભી ન થાય તે અંગેનું આયોજન સરકાર તરફથી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ચંદુમાની પ્રેરણાથી લાખાપર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે છેલ્લાં આઠ વર્ષથી સેવા-પૂજાનું ભેખ ધારણ કરી પક્ષીઓને દરરોજ સાતથી આઠ બાચકા દાણા નિયમીતપણે તેઓઁ તરફથી આપવામાં આવતું હોવાનું જણાવી કચ્છ તેમજ કચ્છના બહારના દાતાઓનો આભાર માન્યો હતો. સેવાભાવી સંસ્થાઓ ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ, ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, લક્કી ગ્રુપ અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કચ્છમાં આવતી અવારનવાર કુદરતી આપત્તિઓ વખતે આ સંસ્થાઓનો સહયોગ દરેક ક્ષેત્રે મળતો  હોવાનું  બાપુએ જણાવ્યું હતું. ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ જયંતીલાલ ઠક્કરે જણાવ્યું હતું કે, વર્ષ 2012થી જ્યારે દેશમાં કયાંય `નમો' નામ પ્રચલિત ન હતું, ત્યારે પ્રથમ વખત સંસ્થાએ  `નમો' નામે ગૌવંશ બચાવ અભિયાન શરૂ કર્યું હતું. સંસ્થાના કૈલાસભાઇ ગણાત્રા, વિક્રમસિંહ જાડેજા, જયસુખ ઠક્કર, પરેશ ભીંડે, મેહુલ ગણાત્રા, નયન ડુડિયા, ચેતન ગોર, વિશાલ ડુડિયા, દર્શન સોઢા, અરવિંદ ઠક્કર, ચેતન ભીંડે ગિરિરાજસિંહ જાડેજા, અશોક કન્નર, ગણેશ આહીર, પ્રવીણસિંહ સોઢા, નમો પદયાત્રી સેવા કેમ્પના સલાહકાર અમિત ઠક્કર વગેરએ વિવિધ સામાજિક, ધાર્મિક પ્રવૃતિઓ અંગેની જાણકારી મંત્રીને આપી હતી. પ્રત્યુતરમાં મંત્રીએ સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી સરાહના કરી હતી. 

Panchang

dd