• શુક્રવાર, 24 જુલાઈ, 2026

દેશલપર (ગું.)નાં જાડાઇ તળાવમાં પાણીથી જળચરોને નવજીવન મળ્યું

નખત્રાણા, તા. 23 : દેશલપર (ગું.)નાં જાડાઇ તળાવમાં પાણી તળિયે આવતાં જળમાં વિચરતી માછલીઓના અસ્તિત્વ પર સંકટ ઊભું થવાની સ્થિતિ નિવારવા જીવદયાપ્રેમીઓ દ્વારા પોતાની વાડીનાં પાણીના કૂવા-બોરમાંથી મોટર દ્વારા તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે વરસાદના અભાવે કચ્છભરમાં ડેમ-તળાવનાં પાણી સૂકાયાં છે, જેના પગલે જળચર જીવન પર સંકટની સ્થિતિ સર્જાઇ છે. તળિયે આવેલાં પાણીમાં તડફડતી માછલીઓને બચાવવા જીવદયાપ્રેમીઓ દ્વારા વાડીનાં પાણીના કૂવા-બોરમાંથી મોટર દ્વારા પાઇપ વાટે તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું અને માછલીઓને જીવતદાન અપાયું હતું. દેશલપર ગુંતલી ગામના માજી સરપંચ પરસોત્તમ મનજી પટેલ તથા ભરતભાઇ આહીરે જણાવ્યું હતું કે, જાડાઇ તળાવમાં પાણી છોડીને અસંખ્ય માછલી અને જળચર કાચબાનો જીવબચાવ થયો હતો. 

Panchang

dd