ભુજ, તા. 23 : માનકૂવાના સદુરાઇ વિસ્તારમાં
ગંજીપાના વડે જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે
ઝડપી પાડયા હતા. આજે સાંજે માનકૂવાના સદુરાઇ વિસ્તારમાં અલીમામદ આરબ મોખાનાં ઘરનાં
આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા અલીમામાદ ઉપરાંત કરશનભાઇ વીરાભાઇ મકવાણા, ગુલામ હુશેન ત્રાયા (રહે. ત્રણે માનકૂવા) તેમજ
આદમ મુસા મંધરિયા (ઝીંકડી), જુસબ રહેમતુલ્લા ત્રાયા (કમાગુના)ને
રોકડા રૂા. 10,420, ચાર
મેબાઇલ કિં. રૂા. 6500ના મુદ્દામાલ
સાથે માનકૂવા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.