ગાંધીધામ, તા. 23 : ગાંધીધામ મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં
વર્ષ 2056 સુધી લગભગ 13 વસ્તી થવાની સંભાવનાઓ સાથે
220 પીવાનાં પાણીની જરૂરિયાત ઊભી
થવાની છે. જેને લઈને કોર્પોરેશનમાં બેઠક થઈ
હતી અને તેમાં તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ નિવૃત્ત એન્જિનીયરને
વિસ્તારથી આખો પ્રકલ્પ તૈયાર કરીને સરકારમાં દરખાસ્ત કરવા કહેવામાં આવ્યું છે. હાલના
સમયે ગાંધીધામની જીવાદોરી ટપ્પર ડેમ છે, વરસામેડીથી ટપ્પર ડેમ અને નર્મદાનું પાણી મિશ્રિત કરીને ગાંધીધામને આપવામાં
આવી રહ્યું છે. અપૂરતો જથ્થો મળતો હોવાથી પીવાનાં પાણીની હાડમારી ઊભી થઈ છે અને લોકોને
મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આદિપુર
ને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે શિણાય ડેમથી એચએસઆર ટાંકા સુધી લાઈન નાખવામાં
આવી છે. પરંતુ હજુ સુધી તેને કાર્યરત કરવામાં આવી નથી. ડેમમાંથી દરરોજ 10 એમએલડી પાણી ઉપાડીને કિડાણા
તેમજ અંતરજાળ અને આદિપુરને આપવાનું છે. હવેની સ્થિતિએ શિણાય ડેમને કોર્પોરેશન વિસ્તારની
જીવાદોરી બનાવવાની દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. મહાનગરપાલિકામાં મેયર દિવ્યાબેન
નાથાણીની અધ્યક્ષતામાં કમિશનર બીડી દવેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, નાયબ મ્યુનિસિપલ
કમિશનર સંજય રામાનુજ, સિટી ઇજનેર મયંક શાહની નિવૃત્ત અન્જિનીયર
સાથે બેઠક થઈ હતી, તેમાં વર્ષ 2056 સુધીનું આયોજન ઘડવા માટેનું
નક્કી થયું હતું. હાલની વસ્તી છ લાખની આસપાસ છે. વર્ષ 2056માં વસ્તી 13 લાખ થવાનું અનુમાન છે. તેને
ધ્યાને લઈને દરરોજ પાણી આપવા માટે દૈનિક 220 એમએલડી પાણીની જરૂરિયાત ઊભી થશે. લાંબી ચર્ચા બાદ કન્સલ્ટન્ટ
એજન્સી અને નિવૃત્ત એન્જિનીયરને વિસ્તારથી રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં દરખાસ્ત કરવાનું
કહેવામાં આવ્યું છે. આ આયોજન પાછળ કેટલો ખર્ચ
થશે તેની હાલના સમયે કોઈ આકારણી કરી નથી પરંતુ રિપોર્ટ તૈયાર થયા બાદ ખર્ચ નક્કી થશે
તેમ ચેરમેને કહ્યું હતું. - લોકોને શુદ્ધ પીવાનું પાણી અપાશે : હાલના સમયે ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો
લોકો ફિલ્ટર વગરની પાણી પી રહ્યા છે. રામબાગનો ફિલ્ટર પ્લાન્ટ બંધ છે અને અન્ય જગ્યાએ પાણી ફિલ્ટર થાય તેવી કોઈ વ્યવસ્થા
નથી તેવામાં ફિલ્ટર વગરનું પાણી વિતરણ થતા સ્વાસ્થ્ય સામે પણ ખતરો છે. 2056ને ધ્યાનમાં રાખીને જે આયોજન ઘડાઈ રહ્યું છે, તેમાં મોટા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે. લોકોને શુદ્ધ ક્લોરીન યુક્ત પીવાનું પાણી આપવાનું
આયોજન વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે.