ગ્લાસગો તા. 23 : કોમનવેલ્થ ગેમ્સ-2026ના ઉદ્ઘાટન સમારંભ અગાઉ જ ભારતે તેનો પહેલો ચંદ્રક નિશ્ચિત કરી
દીધો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહનને પહેલા રાઉન્ડમાં બાય
મળી છે. તે સીધી સેમિફાઇનલમાં પહોંચી છે. આથી લવલીના માટે ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક
નિશ્ચિત બની ચૂકયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનારી લવલીના હવે ગ્લાસગો
કોમનવેલ્થ ગેમ્સમાં 7પ કિલો વજન
જૂથમાં મુક્કેબાજીનો સીધો સેમિફાઇનલ મુકાબલો રમશે. કોમનવેલ્થ ગેમ્સના નિયમ અનુસાર સેમિફાઇનલમાં
પરાજિત થનારા ખેલાડીને કાંસ્ય ચંદ્રક મળે છે. લવલીના સેમિફાઇનલ મુકાબલા માટે 31 જુલાઇએ રિંગમાં ઉતરશે. મેન્સ
લોન બોલ્સમાં ભારતના પુતુલ સોનોવાલે 2023ના વર્લ્ડ ચેમ્પિયન રયાન બેસ્ટરને આંચકો આપી ટાઇબ્રેસ્ટમાં જીત
મેળવી હતી રૂપારાઊની તીર્કે અને પિન્કીસિંહ પણ પોત પોતાની પ્રારંભિક મેચ જીત્યા હતા.
બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સના પ્રારંભ અગાઉ ભારતે ફટકો પડયો છે. જૂડોનો ખેલાડી અરુણકુમાર
ડોપ ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો છે, આથી તેને
કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટીમમાં બહાર કરી દેવામાં આવ્યો છે. અરુણકુમાર જૂડોમાં 73 કિલો વજન જૂથમાં ગોલ્ડ મેડલનો
દાવેદાર હતો. ડોપિંગ મામલે ભારતની વેઇટ લિફ્ટિંગ
ટીમની સંખ્યામાં પણ ઘટાડો કરવાની ફરજ પડી છે. ભારતે 12 ખેલાડીની વેઇટ લિફ્ટિંગ ટીમ
જાહેર કરી હતી. ડોપિંગ ઉલ્લંઘન મામલે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ક્વોટા 12 ખેલાડીમાંથી 11નો કરી દેવામાં આવ્યો છે. આથી દિલબાગ સિંહને
ટીમ બહાર કરાયો છે, તે આમ પણ અનફિટ
હતો.