મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 23 : NEET પરીક્ષાનું પેપર લીક થવાના મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી
ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ સાથે દિલ્હીના જંતરમંતર ખાતે સંસદ માર્ચ દરમિયાન
વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં આર.આર. લાલન કોલેજ
ભુજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સાંકેતિક વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિદ્યાર્થીઓએ હાથમાં
કાળી પટ્ટી બાંધી તેમજ કાળા રંગના કપડાં પહેરીને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો
હતો. આ પ્રસંગે વિદ્યાર્થી આગેવાનો શિવજીભાઈ સીજુ,
હારૂનભાઈ કુંભાર, શંકર બળિયા અને સુધાબેન પરમાર
જોડાયા હતા. પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જાળવવા પેપર લીક સામે કડક પગલાં ભરવાની
માંગ ઉઠાવી હતી.