ભુજ, તા. 23 : છ વર્ષ પૂર્વેના હત્યાના કેસમાં
આજીવન કેદની સજા ભોગવી રહેલા માધાપરના આરોપી અરફાન ઉર્ફે ઈમરાન મામદ સમા પેરોલ જમ્પ
કરતાં આ ફરાર આરોપીને પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડયો હતો. આ કામગીરીમાં
પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એમ. એલ. વાઘેલા, એ.એસ.આઈ હરિલાલ બારોટ, પુંજાભાઈ ચાડ, હે.કો. કનકસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, બલવંતસિંહ જાડેજા તથા કોન્સ. અશોકસિંહ ઝાલા જોડાયા હતા.